આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-52

(104)
  • 7.4k
  • 2
  • 4k

આઇ હેટ યુપ્રકરણ-52 રાજનાં મંમી રાજની વાતો સાંભળીને ડઘાઇ ગયાં હતાં એમને થયું એનાં પાપાએ ગોઠવેલી બાજી સાવ જ ઊંધી પડી ગઇ આ છોકરો હવે શું કરશે ? એ ઉભા થઇને એનાં પાપાનાં રૂમમાં ગયાં રૂમમાં લાઇટ ચાલુ હતી અને રાજનાં પાપા તો ધીમું મ્યુઝીક ચાલુ કરીને ડ્રીંક લઇ રહેલાં. રાજનાં મંમીએ કહ્યું તમે અહીં બેઠાં બેઠાં ડ્રીક લો છો. તમારો દીકરો ખૂબ ગુસ્સામાં હતો. તમે એની સાથે વાત કરો. એ નંદીનીનો સંપર્ક કરવાનો છે. રાજનાં પાપાએ ગ્લાસ ટીપોય પર મૂકતાં કહ્યું કંઇ ચિંતા ના કર નંદીનીનો ફોન લાગશેજ નહીં. રાજની મંમી કહે લાગશેજ નહીં એટલે ? તમને કેવી રીતે