પ્રેમરાહના મુસાફરો

  • 2.8k
  • 924

*પ્રેમરાહના મુસાફરોમારી દોસ્ત અંજલિ તેના મંગેતર જોડે મોબાઈલમાં વાતો કર્યા કરતી. અમે બન્ને બસમાં સાથે અપડાઉન કરતા. અમે બન્ને એક જ શહેરમાં ખાનગી નોકરી કરતા અને આ બસમાં રોજ આવતા જતા. સગાઈ તો મારી ય થયેલી હતી. પણ મારો થનારો પતિ કંટાળાજનક સ્વભાવ ધરાવતો હતો. મારી સાથે ફોનમાં વાત કરવી, મને સરપ્રાઈઝ આપવી, મારી પ્રશંસા કરવી..આવું બધું એને ગમતું નહોતું , અથવા કહો કે આવડતું નહોતું. હું એકદમ ચંચળ સ્વભાવની અને મારો થનાર પતિ સાવ જ શાંત હતો. મારો થનાર પતિ મનીષ ભણવામાં હોશિયાર હોવાથી સરકારી નોકરીમાં સીધો ઓફિસર તરીકે લાગેલો. તે દેખાવમાં ખૂબ સાધારણ હતો જયારે મારા માટે લોકો કહેતા, "તૃપ્તિ,