જીવન સાથી - 10

(30)
  • 8.1k
  • 2
  • 5.6k

દિપેને આન્યાને ભાનમાં લાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે ભાનમાં આવી શકી નહીં. તેનાં માથામાંથી અને આખા શરીર ઉપરથી લોહી વહ્યે જતું હતું એટલે તેને ખભે ઉપાડીને તે પોતાના ઘરે લઈ આવ્યો. આન્યાને માથામાં ઘા પડ્યો હતો તેની પાટાપીંડી કર્યા બાદ તેને માથામાંથી લોહી નીકળતું બંધ થઈ ગયું હતું અને શરીર ઉપરથી પણ લોહી નીકળતું બંધ થઈ ગયું હતું પણ તે હજુ ભાનમાં આવી ન હતી. દિપેન નિર્દોષ, સારા ઘરની દેખાતી ભોળી ભાળી, દેખાવમાં સુંદર આન્યાને પોલીસને સોંપવા કે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માંગતો ન હતો. દિપેન રહેતો હતો તે ખૂબજ નાનકડું ગામડું હતું તેથી ગામના માણસો થોડા સંકુચિત માનસ