તલાશ - 20

(56)
  • 6.7k
  • 2
  • 3.9k

ઈરાનીના કાનમાં હજી હનીના શબ્દો ગુંજતા હતા "આપણે જલ્દીથી રાજસ્થાન પહોંચવાનું છે. અને બીજી વાત નાઝ રાજસ્થાનમાં છે. " એના હાથમાંથી ફોન પડતા પડતા રહી ગયો. નાઝ રાજસ્થાનમાં છે. નાઝ ઇરાનીની ભત્રીજી હતી. એના મોટાભાઈની દીકરી. તો હનીની એ ભાણેજ હતી હનીની બહેન ઈરાનીના ભાઈને પત્ની હતી. અને લગભગ એકાદ વર્ષ પહેલા જ નાઝના માતાપિતાનું એક અકસ્માતમાં મરણ થયું હતું. નાઝ પણ પોતાના કાકા-મામાની જેવી જ વિચારધારા માં માનતી હતી, ભારત વિરોધી વિચારધારા. કેમ કે એનો ઉછેર જ એવો થયો હતો. પોતાના કુટુંબના સાથ સહકારથી એણે ભારત વિરોધી કાવતરામાં ભાગ લેવાની તાલીમ લીધી હતી અને અત્યારે એ ભારતમાં ખોટી ઓળખથી ઘૂસી હતી રાજસ્થાનમાં પહોંચી હતી એને એક મિશન આપવામાં