જાસૂસની જાસૂસી - ભાગ 2

(22)
  • 5.1k
  • 1
  • 2.7k

જાસૂસની જાસૂસી ભાગ-2 ખૂનની તપાસ હરમન અને જમાલ ઓફિસે પહોંચ્યા અને બપોરનું ભોજન પતાવીને બંન્ને જણ કેસની ફાઈલ લઈને બેઠા હતાં. ‘જમાલ વારાફરતી બંન્ને ખૂન કેસની ફાઈલ વાંચવાનું તું શરૂ કરી દે અને એ લોકોનું મર્ડર કઈ રીતે થયું છે, એ તું વાંચી મને સંભળાય.’ હરમન ખુરશીમાં આંખ બંધ કરી જમાલ જે બોલે તે સંભાળવા તૈયાર થઇ ગયો. ‘સૌથી પહેલી વ્યક્તિનું ખૂન થયું એમનું નામ ચંદ્રકાંત શેઠ હતું. એમની ઉંમર 64 વર્ષની હતી. તેઓ પાલડી ચાર રસ્તા ક્રોસ કરતા હતા ત્યારે એમના પર આવી જ અણીદાર સોયથી હુમલો કરવામાં આવ્યો હતો અને એ સોય એમના હ્રદયની આરપાર નીકળી