કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૫૦ (અંતિમ પ્રકરણ)

(135)
  • 6k
  • 4
  • 2.6k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ – ૫૦ (અંતિમ પ્રકરણ)હોસ્પિટલમાંથી કોઈ તકલીફ વગર છટકી જવાશે એવું અંગાર વિચારતો હતો. બેભાન થવાનું નાટક કર્યું હતું. એમ્બ્યુલન્સમાં સુવાડયો ત્યાં સુધી એ ભાનમાં હતો. કોઈને શક ના થાય એટલે હાથપગ હલાવ્યા વગર સ્ટેચર પર સૂતો હતો. વિક્કીએ પહેલેથી એમ્બ્યુલન્સ બોલાવી રાખી હતી. શું કરવાનું છે નર્સ સાથે પહેલેથી વાત થઈ ગઈ હતી. વિક્કી ઈશારો કરે છે એટલે નર્સ સાચે બેભાન થવાનું ઇન્જેકશન અંગારને લગાવે છે. અંગારને ઇન્જેકશન લગાવ્યું એ ખબર પડી પણ એ વખતે તે કશું કરી શક્યો નહીં.હોસ્પિટલનાં પાંચમાં માળે અંગારને રાખવામાં આવે છે. અંગારનાં રૂમની બહાર બે પોલીસને બેસાડે