કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૮

(77)
  • 5.2k
  • 2
  • 2.5k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૮પાણી અને ખોરાક ના મળવાથી શરીરમાં કેટલી કમજોરી આવે છે, એ કોઈ દિવસ અંગારને ખબર નહોતી. પાણી માંગે ત્યાં ખેંગાર દૂધ હાજર કરતો હતો. નાના માસૂમ બાળકોને અંગાર ઘણીવાર આ રીતે ભૂખ્યા તરસ્યા રાખતો હતો. એ બાળકોની કેટલી ખરાબ હાલત થતી હતી એની નાની ઝલક એને કરણે દેખાડી હતી. જીવનમાં પહેલી વખત એને પાણી અને ખોરાકનું મહત્વ સમજાયું હતું.આખી રાત અંગારને પાણી અને ખોરાક વગર રાખવામાં આવ્યો. ભૂખ અને તરસનાં કારણે કમજોરી વધારે આવી હતી. સવારે પાંચ વાગ્યા સુધી ભૂખને કારણે એને ઉંધ ના આવી. સવાર પડે એની આંખ મીંચાઇ હતી.