તલાશ - 13

(50)
  • 6.6k
  • 1
  • 3.9k

એરપોર્ટની બહાર આવીને પૃથ્વીએ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પોતાની કાર ભગાવી પણ ત્યાં ટ્રાફિક જામેલો હતો. એની મંઝિલ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વાળો રસ્તો હતો ત્યાં જનરલી મુંબઈના પ્રમાણમાં ટ્રાફિક અને ભીડ ઓછા રહેતા હતા. આ આખો એરિયા બહુ જ ઝડપથી ડેવલપ થઈ રહ્યો હતો ઠેકઠેકાણે છૂટું છવાયું કન્સ્ટ્રકશન કામ સિવાય લગભગ આખો રસ્તો સુમસામ રહેતો અને આમેય આજે રવિવાર હતો પૃથ્વીએ મનોમન ગણતરી કરી કે અહીંથી બાંદ્રા નો લગભગ 12-14 કી મી નો રસ્તો પસાર કર્યા પછી એકવાર એ હની અને એના સાથીઓને બાંદ્રા કુર્લા વાળા રોડ પર લઇ જાઉં પછી એની સાથે ફાઈટ કરવાની મજા આવશે એણે કાર ભગાવી એ લગભગ 20 મિનિટ પછી એ બાન્દ્રાથી કુર્લા જવાના નવા બની રહેલા રસ્તે પહોંચ્યો. એણે વારે