કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૬

(87)
  • 5k
  • 1
  • 2.6k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૬મુંબઈમાં અંગાર અને ખેંગાર પકડાઈ ગયા છે એ વાત રાજુ જાણતો નહોતો. રાજુએ અમદાવાદમાં પ્રતિક અને રીયા પર અને મુંબઈમાં કરણ અને એના પરિવાર પર એક સાથે હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો એ વાતથી અજાણ બધા પોતાનાં કામમાં વ્યસ્ત હતા. કોઈ દિવસ સ્ત્રીઓ પાછળ સમય ના બગાડનાર રાજુ પોતાની એક ભૂલ પર પસ્તાતો હતો. કોઈ સ્ત્રી પર ભરોસો ના કરનાર રાજુ કેવીરીતે સુંદર રીયાનો મોહમાં આવી ગયો એ ખબર ના પડી. રીયાએ પ્રેમજાળ પાથરી એને બરબાદ કરી નાંખ્યો તે ભૂલી શકતો નહોતો. કોઈપણ હિસાબે એ રીયાને પાઠ ભણાવવા માંગતો હતો. બોડીગાર્ડની હિમંતના