કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૫

(88)
  • 6.2k
  • 2
  • 2.6k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૫ફરી ફોન આવે એ પહેલા સ્વીચ ઓફ કરવા માટે શુક્લા મોબાઇલ હાથમાં લે છે. એ જ ક્ષણે અર્જુનનો ફોન ફરી આવે છે. શુક્લાનાં હાથમાંથી મોબાઇલ છટકી ટેબલ પર પડે છે. શુક્લાની ધડકન ફરી તેજ થઈ જાય છે.ફોન નહીં ઉપાડે તો પણ મુસીબત આવશે અને ઉપાડશે તો પણ મુસીબત આવશે. ફોન ઉપાડવાથી અર્જુન કહે એ પ્રમાણે કરવાથી કદાચ ઓછી તકલીફ ભોગવવી પડશે. પણ ફોન પર વાત કર્યા પછી કોઈ અટપટું કામ કરવાનું કહેશે અને નહીં કરી શકે તો શું થશે? શુક્લા બરાબર ગભરાયો હતો. એ ગભરામણમાં એનું મગજ બરાબર કામ કરવા લાગ્યું