તલાશ - 11

(63)
  • 7.1k
  • 1
  • 4.2k

લોકલ એરપોર્ટ પર આવેલી નાનકડી રેસ્ટોરાંની અંદર 12-15 માણસો અલગ અલગ 5-6 ટેબલ પર બેસીને નાસ્તો કરી રહ્યા હતા. ડાબી બાજુના ખૂણામાં આવેલ એક ટેબલ પર 2 વ્યક્તિ બેઠા હતા. અને કંઈક ચર્ચા કરી રહ્યા હતા. એની બરાબર પાછળજ રેસ્ટોરાંનું કિચન હતું. અત્યારે ત્યાં માંડ 2 લોકો અંદર ઓર્ડર મુજબ ખાણું બનાવીને વેઇટરને આપતા હતા. ડાબી બાજુના ખૂણાના ટેબલવાળા લગભગ બધા વેઇટરને નામથી ઓળખતા હતા. કેમ કે છેલ્લા 15-20 દિવસથી એ બંને અહીં લગભગ રોજ કલાકો સુધી બેસીને કંઈક અવનવી ચર્ચા કરતા રહેતા. અત્યારે એમના ટેબલ પર જ્યૂસના ગ્લાસ ભરેલા પડ્યા હતા. હજી એક કલાક પહેલા એમણે અહીં નાસ્તો કર્યો હતો એમને લગભગ એકાદ કલાક પછી અહીં