આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-44

(105)
  • 8.1k
  • 1
  • 4.3k

આઇ હેટ યુપ્રકરણ-44 નંદીનીનું હૃદય આજે હળવું થઇ ગયું હતું આજે માસીનાં ખોળામાં માથું મૂકીને ધૂસ્કે ને ધૂસ્કે રડી લીધું માસીનો પણ માઁ જેવો વાત્સલ્ય ભર્યો હાથ માથે ફરી રહેલો. નંદીનીને રડતી જોઇને માસી-માસાની આંખમાં પણ ઝળઝળીયા આવી ગયાં. માસા બોલી ઉઠ્યાં દીકરી જેટલું રડવું હોય રડી લે તારું મનહૃદય હળવું કરી લેજે તે થોડાંકજ સમયનાં ગાળામાં માં-બાપની છત્રછાયા ગુમાવી છે. અમે સમજી શકીએ છીએ કે તેં કેવી રીતે બધાં દિવસો પસાર કર્યા હશે. નંદીની થોડી સ્વસ્થ થઇ માસા એનાં માટે કીચનમાંથી પાણી લઇ આવ્યાં. નંદીનીએ પાણી પીધું અને એનાં ડુસ્કાં બંધ થયાં. માસીએ એનાં કપાળે હાથ ફેરવી કીધું. દીકરા