તલાશ - 10

(47)
  • 5.7k
  • 2
  • 3.6k

જ્યારે સરલાબેનની કાર હોલની બહાર નીકળી એની પાંચ મિનિટ પહેલા પૃથ્વી મનસુખને મળીને હોટલની બહાર નીકળ્યો અને એરપોર્ટ માટે ટેક્સી પકડી. એને સરલાબેનને મળવું હતું અને એમની પાસે એક છેલ્લું જરૂરી કામ કરાવવાનું હતું. મનોમન એણે ગણતરી માંડી કે લગભગ 12.30 સુધીમાં એરપોર્ટ પહોંચી જઈશ અને લગભગ એ જ સમયમાં સરલાબેન આવી જશે એરપોર્ટ પરની રેસ્ટોરાંમાં નાસ્તો કરતા કરતા સરલાબેન ને આજે સાંજે કરવાના કામની યાદી આપી દઈશ. સાથે થોડા રૂપિયા અને એમની ટિકિટ આપી દઈશ પછી લગભગ 6-8 મહિના સરલાબેન નહીં મળે. અચાનક એને કંઈક યાદ આવતા એણે મોબાઇલ કાઢ્યો અને કોઈને ફોન જોડ્યો "હલ્લો શેખર" ફોન લગતા જ એણે કહ્યું. "જી ભાઈ સાહબ" સામેથી અવાજ આવ્યો "સરલાબેન આ રહે હે આજ, કરીબ