તલાશ - 9

(56)
  • 7.3k
  • 4.3k

"ઠીક છે તને હું ગોળી નહીં મારુ બસ." સાંભળતા મનસુખ ની આંખ ચમકી અને મનોમન વિચાર્યું મને મળવા આવનાર લોકો આવી જાય તો પૃથ્વીને ચકમો આપી શકાશે બસ 5-7 મિનિટની જ વાત છે. દરમિયાનમાં પૃથ્વીએ પોતાના ખભે લટકાવેલ પાઉચમાંથી કંઈક કાઢ્યું એક નાનકડી પ્લાસ્ટિકની બોટલ હતી એ ખોલી તેમાંથી એક વ્હાઇટ કલરની ગોળી કાઢીને મનસુખ તરફ લંબાવી કહ્યું " લે આ ખાઈ લે. એકદમ તકલીફ વગરનું મોત બસ. આ ગોળી ગળી જા. એટલે 10 મિનિટમાં તારું હાર્ટ કામ કરતું બંધ થઈ જશે પોસ્ટમોર્ટમમાં પણ કઈ નહીં આવે મેસિવ હાર્ટ એટેક લાગશે લોકોને. આપણે સાથે કામ કર્યું છે એનું ઇનામ બાકી તને ખબર છે હું લોકો ને કેવા કેવા મોત આપું