જીવન સાથી - 5

(22)
  • 8.4k
  • 1
  • 6.1k

આપણે પ્રકરણ-4 માં જોયું કે,બાપ-બેટીની ચેસની રમત ચાલી રહી હતી અને એટલામાં સંયમ આવ્યો અને આન્યાની સામે એક ઓફર મૂકી કે, " હું, કંદર્પ અને સીમોલી હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂરમાં જઈ રહ્યા છીએ તો તારી આવવાની ઈચ્છા છે..?? " આન્યા મનમાં વિચારી રહી હતી કે, ઓફર તો સરસ છે ઈચ્છા પણ ગળા સુધીની છે પણ મમ્મી-પપ્પાની સંમતિ લેવી એ અઘરું કામ છે. અને આન્યાએ આશાભરી નજરે તરત જ મમ્મી-પપ્પાની સામે જોયું. આન્યાએ અને ડૉ.વિરેન મહેતાએ બંનેએ તરત જ પછી મોનિકા બેનની સામે જોયું. પણ આન્યાને અત્યારે જ જવાબ આપી દેવો યોગ્ય ન લાગ્યો એટલે તેણે સંયમને કહ્યું કે, " મને વિચારવાનો