કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૩નીલિમા ઊભી થઈ એને પકડી પલંગ પર સુવાડે છે. દસ સેકન્ડની અંદર અંગાર બેભાન થઈ જાય છે. નીલિમા સમય ગુમાવ્યા વગર અંગરનો ફોન હાથમાં લે છે. અંગારે એના મિત્રની મદદથી નવો ફોન લીધો હતો. નીલિમા એ ફોનમાં વિક્કીનો નંબર ડાયલ કરે છે.વિક્કી અને કરણ આગળનો પ્લાન બનાવતા હતા. કોઈ ભૂલચૂક ના થાય એની ચોકસાઇ રાખવા માટે દરેક પાસા વિચારતા હતા. ત્યારે વિક્કીનાં ફોન પર રીંગ આવે છે. ટ્રુકોલર પર અંગારનાં મિત્રનું નામ જોઈ વિક્કીનાં ચહેરા પર હાસ્ય આવે છે. તે કરણને ફોન બતાવે છે: “કરણભાઈ આ અંગારનાં મિત્રનો ફોન છે... અને સો