પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ચમત્કારિક મંત્ર ગુરુચાવી 1

  • 8.4k
  • 4k

ભગવાન શિવની આરાધના કરી શ્રાવણ માસમાં પુણ્યશાળી બનવાની ચમત્કારિક મંત્ર ગુરુચાવી શ્રાવણ મહિનો એટલે ઝરમર વરસતા વરસાદનો મહિનો, ભીની ધરતીમાંથી વહી રહેલી ભીની ભીની સોડમ લેવાનો મહિનો. શ્રાવણ મહિનો એટલે ભક્તિના રંગે રંગાવાનો મહિનો. શ્રાવણ માસ શરૂ થતાં જ ભક્તિના રંગે રંગાયેલા ભક્તજનોના....’હર હર કૈલાસ’, ‘જય ભોલેનાથ...’હર....હર..... મહાદેવ'ના નારાઓ ગૂંજી ઊઠે છે. ભોળાનાથ ભગવાન શિવ જયાં પણ બિરાજમાન હોય તે દરેક જગ્યાએ અને સ્થળોએ ભક્તજનો દૂધ અને જળ લઇને શિવજીને અભિષેક કરવા શિવમંદિરે પહોંચી જાય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની ભક્તિ અને આરાધનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આપણા સંતો કહે છે કે શ્રાવણ મહિનાનો અર્થ સમજીએ તો શ્રાવણ