નબળી: રાજવીની સંઘર્ષ કથા - 11

(11)
  • 3k
  • 1
  • 1.4k

(11) "અફકોર્સ ડાર્લિંગ, પછી આપણે રોમેન્ટિક પળો પણ વીતાવી છે ને!" અભિષેકે આંખ મિચકારીને કહ્યું. સામે રિયાએ પણ આંખ મિચકારીને કહ્યું કે, "અફકોર્સ યાર, આપણે જોડે સમય વીતાવ્યાને કેટલો બધો ટાઈમ થઈ ગયો છે, ચાલ, હવે ફટાફટ ડીનર કરીએ. મને ભૂખ લાગી છે." બંને ડીનર પતાવીને બુક કરેલા રૂમમાં જાય છે. આ બધું જોઈને સૌમ્યાની આંખોમાં શરમ અને નયનની આંખોમાં ગુસ્સો આવી જાય છે. છતાંય તેઓ ડીનર જેમતેમ પતાવીને ઘરે આવે છે. નયને કહ્યું કે, "કેવા છે આ? એક તો પત્ની બળીને મરી ગઈ, પણ આને છે જરા પણ મનમાં દુઃખ છે! એક તો પત્નીનો સોદો કરે છે, પાછો બીજી