નબળી: રાજવીની સંઘર્ષ કથા - 8

  • 3.5k
  • 1
  • 1.7k

(8) નિહાલને બાજોઠ પર બેસાડીને નયનાબેન, માસી, મામી, કુટુંબની કાકી અને ફોઈ બધા પીઠી ચોળવા તૈયાર ઊભા હતા. ફોટોગ્રાફી ચાલી રહી હતી. પીઠી ચોળતા જ દમયંતીબા એ ગીત ઉપાડયું ' પીઠી ચોળો રે.... પહેલી પીઠી ચોળે રે વરની મામી રે....' બધાએ પીઠી ચોળી લીધા પછી નિહાલ નાહવા ગયો. બીજા બધા ચા નાસ્તો પતાવીને તૈયાર થવા લાગ્યા. બધા ખૂબજ સુંદર સજીધજીને તૈયાર થઈ ગયા. ગ્રહશાંતિ ચાલુ થઈ, એમાં રમેશભાઈ અને નયનાબેન બેઠા હતા. વિધિ ચાલતી હતી અને સોનલભાભી વિગેરે બધા વાતો કરી રહ્યા હતા. તો કોઈ બોલ્યું કે, "અલી વાતો કર્યા વગર ગાણાં ગાવ." એટલે નીતાબેને ગીત ઉપાડયું અને બીજા બધા