ડ્રીમ ગર્લ - 13

(18)
  • 4.6k
  • 2
  • 1.9k

ડ્રીમ ગર્લ 13 રેડ કલરની ચણીયાચોલી નિલાએ અમીને આપી. અમી અદભુત લાગતી હતી. ગોરી, માંસલ શરીરવાળી, વાંકડિયા કથ્થઈ કુદરતી વાળ. નિલાને ખાતરી હતી કે અમીને જોયા પછી જિગર જરૂર અમીને જ પસંદ કરશે. હાથમાં જાડી બંગડીઓની લાઈન, ગળામાં મોટા મોટા સેટ, કમરમાં કંદોરો. અમી ખરેખર સુંદર લાગતી હતી... નિલા પણ આસમાની ચણીયાચોલી પહેરી તૈયાર થઈ. પાતળી, સ્હેજ ઉંચી અને માંસલ. એની ચાલમાં એક છટા. લાંબા કાળા વાળ એની સુંદરતામાં વધારો કરતા હતા. સુંદર સ્હેજ લાંબો પણ ભરાવદાર ચહેરો. પહોળા ખભા અને નીચે જરા વધારે માંસલ શરીર