તલાશ - 7

(45)
  • 6k
  • 4k

જયારે જીતુભા ન્હાઈને તૈયાર થતો હતો ત્યારે, પૃથ્વી સરલાબેન સોનલ અને જીગ્ના સંમુખાનંદ હોલ પર પહોંચ્યા હતા. હોલ પર ખુશનુમા માહોલ હતો. કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોવાથી. અનેક કોલેજીયન છોકરા-છોકરીઓ ત્યાં એક બીજાને ઇમ્પ્રેશ કરવા બની ઠનીને આવ્યા હતા. મજાક મસ્તી નો દોર ચાલુ હતો. ઘણા લોકો એ પોતપોતાના ભાવિ જીવનસંગીને શોધી લીધા હતા તેઓ પોતાની લાગણીઓ બતાવવા યેનકેન પ્રકારેણ પ્રયત્ન કરી રહ્યા હતા. તો કેટલાક લોકો હજી છેલ્લો પ્રયાસ પોતાના ભાવિ જીવનસંગીને મનાવવાનો કરી રહ્યા હતા. તો કેટલાક લોકો ગંભીરતાથી કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા હતા. અચાનક કેટલાક છોકરા-છોકરીઓનું ધ્યાન સરલાબેન પર પડ્યું. તેમને ખબર હતી કે આજે એમનો છેલો દિવસ છે અને તે મુંબઈ છોડીને જઈ રહ્યા છે. પોતાના ફેવરિટ પ્રોફેસર આમ અચાનક