તલાશ - 6

(53)
  • 7k
  • 1
  • 4.5k

બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરીને જીતુભા પોતાની વિંગ તરફ આગળ વધ્યો. 10-12 કદમ દૂર જ તેના ફ્લેટમાં જવાનો દાદરો હતો પોતાના વિચારોમાં મશગુલ જીતુભા દાદરા પાસે પહોંચ્યો ત્યાંજ એક ચીસ એને સંભળાઈ, "ચોર, ચોર, પકડો, પકડો." અને એ ચીસનો અર્થ સમજે એ પહેલાજ એ દાદરમાં પહોંચ્યો હતો અને અચાનક સામે જ એક મજબૂત યુવાન હાથમાં છરો લઈને પડતો આખડતો દાદરા ઉતરતો હાંફતો એની નજરે પડ્યો જીતુભાની સમાજમાં કઈ આવે એ પહેલાજ એનો છરા વાળો હાથ ઉંચો થયો અને "ખચ્ચાક" કરતો જીતુભાને ભોંકી દીધો. આ તરફ જીતુભાની આંખે નોંધ્યું કે એનો છરાવાળો હાથ ઉંચો થયો છે એ સાથેજ એના મગજે એના શરીરને આદેશ આપ્યો ઝૂકી જવાનો અને મિલિટરીની ટ્રેનિંગમાં શીખેલો પાઠ યાદ કરીને