એક દુપત્ટે હજારો હૈયાને હચમચાવ્યા.

  • 2.9k
  • 1
  • 1.2k

એક દુપટ્ટે હજારો હૈયાને હચમચાવ્યા. લેખક. મનહર વાળા. કેમ તને ભૂલું એ દોસ્ત, તું તો મારા હૃદયનો હિસ્સો છે. આવા એટીટ્યુટ સાથે જીવન પસાર કરતું પાત્ર એટલે, સહુનો માનીતો અને જાણીતો, નિર્મળ. જ્યારથી ચાલતા શીખ્યો છે ત્યારથી, નિર્મળ દોસ્તોની વચ્ચે જીવતો આવ્યો છે. એની ફેસબુક વોલ પર, અને વોટ્સએપના સ્ટેટ્સ પર, પણ, દોસ્તી વિશેનું જ, લખાણ જોવા મળે. આમ જોઈએ તો, નિર્મળ મિત્રોને, પોતાના જીવ કરતા પણ, વધારે ચાહતો. ઘરથી માંડીને શાળાના કમ્પાવુન્ડ સુધીના વિસ્તારમાં તો, એના સેંકડો મિત્ર બની ગયા હતા. બારમાં ધોરણની પરીક્ષાઓ પતાવીને દરેક દોસ્તો પોતપોતાના વતન જતા રહ્યા હતા. આવે વખતે નિર્મળને અચાનક પોતાના જીગરી જાન