લીલો ઉજાસ - પ્રકરણ – ૨૧ - તીવ્ર વિષાદની ચુંગાલ – દિવ્યેશ ત્રિવેદી

(18)
  • 3.9k
  • 1
  • 1.3k

ઉદય નિરાશ અને નાસીપાસ થઈ ગયો હતો. એથી એને મુંબઈ જવા માટે તૈયાર કરવાનું અઘરું હતું. ડૉ. સાગરે જે વાત કરી હતી એથી એને એવી દહેશત બેસી ગઈ હતી કે એની સમસ્યાનો કોઈ ઈલાજ થઈ શકવાનો નથી. એને હવે એવું પણ લાગવા માંડયું હતું કે એ અશક્ત અને કમજોર છે તથા જીવનમાં કશું જ કરી શકવાનો નથી. એ તીવ્ર વિષાદની ચુંગાલમાં ફસાયો હતો. મનીષા સમજતી હતી કે વિષાદની આવી લાગણી રહી સહી શક્યતાઓ પર પણ પાણી ફેરવી દેશે. એથી જ તે ઉદયનું ધ્યાન બીજે દોરાય એવા પ્રયાસો કરતી હતી. ક્યારેક પિનાકીનભાઈને ત્યાં જવાનું ગોઠવતી તો ક્યારેક નયનને