તલાશ - 4

(55)
  • 8k
  • 2
  • 5k

જે વખતે જીતુભા પેલા ખૂંખાર અવાજવાળા સાથે વાત કરતો હતો એ જ વખતે સાકરચંદ શંકર રઘુ અને વિનય (ભંગારના ગોડાઉનમાં 3જો માણસ હતો એ)ને પોતે અહીંથી જાય છે પાછળથી શું કરવાનું છે એની સૂચના આપતા હતા. તો એજ વખતે સોનલ અને બીજી એક છોકરી જીગ્ના અને એની મેમ તૈયાર થઈને અરીસા સામે ઉભા હતા. સરલા બહેન સોનલની સુંદરતાના વખાણ કરતા હતા. સોનલની સુંદરતામાં આજે ચાર ચાંદ લાગ્યા હતા. તેણે લાઈટ બ્લુ શર્ટ અને ડેનિમ પહેર્યું હતું. પોણા છ ફીટની સોનલ આંખમાં કાજલ લગાવ્યા પછી અવર્ણનીય લગતી હતી. તો બીજી છોકરીએ બ્રાન્ડેડ જીન્સ પર મોંઘુ પિંક કલરનું સ્પેગેટી ટોપ અને એના પર ડેનિમનું જેકેટ પહેર્યું હતું. પૈસાદાર માં-બાપની લાકડી દીકરી પણ