તલાશ - 3

(59)
  • 8k
  • 5.2k

" હા બોલો ભાઈ શું કામ હતું? અને શું નામ છે તમારું" સાકરચંદે જીતુભાને પૂછ્યું. ''અમમમ હું મારૂ, મારે એક વસ્તુ પુછવી છે.” “હા બોલો. અને શું નામ કીધું તમે? ફરીથી નામ જાણવાનો આગ્રહ કર્યો." “જી મારું નામ જીતુભા" " જીતુભા એટલે દરબાર રાજપૂત તો અટક કઈ તમારી? એમાં વાત એવી છે ને કે અમારા ગામમાં ય ઘણા દરબાર રહે છે." “જીતુભા જોરાવરસિંહ જાડેજા ગામ કુંભરડી તાલુકો ભચાઉ. જીલ્લો કચ્છ રાજ્ય ગુજરાત" જીતુભાએ અકળાઈને કહ્યું જવાબમાં સાકરચંદે ફરીથી અટ્ટહાસ્ય કર્યું. " બાપુ સમજી ગયો બધ્ધું તમે તો આકરા થઇ ગયા. હા બોલો શું કામ પડ્યું મારું?" ”એમાં એવું છે ને કે મારે.. મને..."