વંદના - 6

(17)
  • 4.2k
  • 1.9k

વંદના- 6 ગત અંકથી શરૂ..."ના ના આન્ટી હું જમીને જ આવ્યો છું. આ તો આજે ઓફિસમાં રજા છે એટલે ઘરે મારો સમય નોહતો જતો એટલે વિચાર્યું કે અહીંયા વંદનાને મળવા આવી જાવ અને તમે કાલે ફોન પર કહેતા હતા ને કે વંદનાને માથું દુખે છે તો એ આરામ કરે છે એટલે મને એની તબિયતની થોડી ચિંતા થતી હતી એટલે વેહલો આવી ગયો." અમન એ થોડું સંકોચ વ્યક્ત કરતા કહ્યું."" અરે બેટા એ તો સામાન્ય દુખાવો હતો. તે જ કહ્યું હતું ને કે હમણાં થી ઓફિસમાં કામ વધારે હોય છે તો થાક ના લીધે હશે કદાચ. સવિતાબહેન અજાણતા નો ડોળ કરતા કહ્યું.."