વિરાજ વૈદેહી

(14)
  • 1.6k
  • 2
  • 590

વૈદેહી અને વિરાજ બંને એક જ કૉલેજમાં એક જ ક્લાસમાં સાથે જ ભણતાં હતાં. બંનેની આંખ મળી અને એક બીજાને પસંદ કરવા લાગ્યાં, ધીમે ધીમે આ પસંદગી પ્રેમમાં પરિણમી. વૈદેહી દેખાવમાં ખૂબજ સુંદર અને પૈસેટકે સુખી ઘરની દીકરી હતી જ્યારે વિરાજ સાવ સામાન્ય ઘરનો અને તેનાં મમ્મી-પપ્પાનો એકનો એક દિકરો હતો. વૈદેહીના મમ્મી-પપ્પાએ વિરાજની આર્થિક પરિસ્થિતિને કારણે તેનાં લગ્ન વિરાજ સાથે કરી આપવાની ચોખ્ખી "ના" પાડી દીધી. પરંતુ વૈદેહી વિરાજ સાથે જ લગ્ન કરવા માંગતી હતી તેથી તેણે પોતાના મમ્મી-પપ્પાની ઈચ્છા વિરુદ્ધ વિરાજ સાથે લગ્ન કરી લીધાં. વિરાજ અને વૈદેહી બંને ખૂબજ ખુશ હતાં અને વિરાજના નાનકડા ઘર-પરિવારને જ પોતાનો