પ્રેમ નો પગરવ - ભાગ ૧૮

(22)
  • 3.7k
  • 1
  • 1.8k

આપણે આગળ જોયું કે ભૂમિ અને મિલન દુશ્મની માંથી દોસ્ત બની ગયા હતા અને હવે દોસ્તી માંથી બંને વચ્ચે પ્રેમના અંકુર પણ ફૂટવા લાગ્યા હતા. મિલન ફોન કરીને ભૂમિને બહાર મળવા માટે કહે છે. હવે જોઈએ આગળ... ભૂમિ તો મિલનને મળવા બેચેન થઈ રહી હતી. તેને મનમાં એમ જ હતું કે આજે મિલન તેના દિલમાં રહેલી વાત મને કહેશે. એટલે ખુશી ની મારી તે સજીધજીને તૈયાર થઈ અને પોતાની સ્કુટી લઈને મિલને જે જગ્યાએ મળવાનું કહ્યું હતું તે જગ્યાએ જવા રવાના થઈ. ફોન પર મિલને જે જગ્યાની વાત કરી હતી તે જગ્યા ભૂમિ એ ક્યારેય જોઈ હતી નહિ બસ નામ સાંભળ્યું હતું.