લીલો ઉજાસ - પ્રકરણ – ૨૦ - તકલીફનો કોઈ ઈલાજ નથી! – દિવ્યેશ ત્રિવેદી

(14)
  • 2.8k
  • 1.2k

ઉદયના મનમાં હવે ચોવીસે કલાક આ એક જ પ્રશ્ન રમતો હતો. એ વિચારતો હતો કે આવી સમસ્યા આવડી મોટી દુનિયામાં કંઈ એની એકલાની જ નહિ હોય. અનેક લોકો આવી અથવા આના જેવી સમસ્યાઓનો સામનો કરતા જ હશે. વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું છે તો એની પાસે આ સમસ્યાનો પણ કોઈક તો ઉકેલ હશે જ. ઉદય વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો અને એથી એને વિજ્ઞાનમાં કમ સે કમ આટલી તો શ્રદ્ધા હતી જ. એને એ વાતનો પણ અહેસાસ હતો કે આપણા સમાજમાં કોઈ ખુલ્લા દિલે સેક્સની ચર્ચા કરતું નથી અને કદાચ એથી જ આવી સમસ્યા અંગે કોઈને વાત કરતાં સંકોચ