તકિયાના સફેદ કવર પર મનીષાની આંખો જડાઈ ગઈ. એ તકિયાના કવર પર આછા ગુલાબી રંગની લિપસ્ટિક વડે ઉદયે લખેલા શબ્દો ધીમે ધીમે ઊપસી આવ્યા. “આઈ લવ યુ, મનીષા." પછી તરત દરિયાના મોજાં ઊછળવાનો અવાજ ચિતરાઈ ગયો. પલંગ પાસેની બારીમાંથી આવતો માદક પવન નશીલા શરાબની ગરજ સારતો હતો. ઉદયે એને નહાવા જતી વખતે નાહી લીધા પછી વાળ છૂટ્ટા રાખવાનું કહ્યું હતું. ઉદયે જયારે એને કહ્યું કે, “નાહી લીધા પછી વાળ છુટ્ટા રાખજે અને કોરા કરીશ નહિ, કારણ કે મારે એ ભીના વાળની સુગંધ મન ભરીને માણવી છે. ત્યારે મનીષાના શરીરમાંથી એક મીઠી ધ્રુજારી પસાર થઈ ગઈ હતી. આખા દિવસનો અસહ્ય