આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-34

(97)
  • 6k
  • 1
  • 3.8k

આઇ હેટ યુપ્રકરણ-34 નંદીની ચાણોદથી માં-પાપાનું ક્રિયાકર્મ કરીને થાકી પાકી પાછી આવી હતી. એની વરુણનાં ઘરેથી લાવેલી બેગ વગેરે સામાન એમજ પડ્યો હતો. એણે માઁ ના અવસાનનાં સમાચાર વરુણ કે એનાં કુટુબીઓને આપ્યાં નહોતાં. એને એનો અફસોસ નહોતો. એણે ફ્રેશ થઇને સુવાનું નક્કી કર્યુ અને એનાં મોબાઇલમાં રીંગ આવી જોઇ ફોન કટ કર્યો અને ત્યાંજ બારણે ટકોરા પડ્યાં. નંદીની થાકી હતી છતાં બારણે ટકોરા પડ્યાં એટલે એણે બારણું ખોલ્યુ સામે વરુણ ઉભો હતો. નંદીનીએ વરુણને જોઇને તરત કહ્યું વરુણ હું હમણાંજ પાછી આવી છું ખૂબ થાકી છું મારે સૂઇ જવુ છે આપણે પછી વાત કરીશું અત્યારે તું જઇ શકે છે.