વંદના - 3

(16)
  • 4.8k
  • 2.3k

વંદના - ૩ગત અંકથી શરૂ.... વંદનાને આમ ઓટોરિક્ષામાં બેસીને જતા જોઈ અમન થોડીવાર અસમંજસમાં મુકાઈ જાય છે કે એ વંદનાની પાછળ જાય કે નહિ. એક વરસની મિત્રતામાં આ પહેલી વાર આવું બન્યું હતું કે તે વંદનાને તેના ઘરે મૂકવા જઈ ના શક્યો. અને વંદનાની નારાજગી જોતા તેને આમ વંદના ના ઘરે જવું પણ હિતાવહ ના લાગતા તેણે હોટેલની બહારથી જ વંદનાને ફોન લગાડ્યો. આખી રીંગ પૂરી થઈ જવા છતાં વાંદનાએ ફોન ઉપાડ્યો નહિ. તેને ઘણી વાર વંદનાનો ફોન લગાડવાની કોશિશ કરી પણ દર વખતે નિસફળતા જ મળી. અચાનક યાદ આવ્યું કે તે એને વોટસઅપ દ્વારા મેસેજ કરીને વાત