વેધ ભરમ - 55

(245)
  • 9.3k
  • 7
  • 4.8k

કિશોર દાદાવાલાનુ છેલ્લુ વાક્ય સાંભળી કોર્ટમાં સન્નાટો છવાઇ ગયો. કિશોર દાદાવાલા પણ પોતાની સ્પીચ માટે જાણીતા હતા. તે એકદમ સારી રીતે જાણતા હતા કે કયા વાક્ય પર ભાર મૂકવો, કઇ જગ્યા પર થોડો વિરામ લેવો અને કઇ વાતને ઝડપથી કહેવી. કિશોર દાદાવાલાએ થોડીવાર વિરામ લીધો અને તે જ વાક્ય ફરીથી કહ્યું “હા માય લોર્ડ તેના પછી દર્શને જે કહ્યું તે સાંભળી કાવ્યા પાસે આત્મહત્યા સિવાય કોઇ વિકલ્પ નહોતો. દર્શને કાવ્યાને ધમકી આપતા કહ્યું હવે અમે તને લેવા માટે નહીં આવીએ પણ તારે જ્યારે અમને ઇચ્છા થાય ત્યારે આ ફાર્મ હાઉસ પર આવી જવુ પડશે. નહીંતર આ તારી વિડીઓ ક્લીપ અમે