લીલો ઉજાસ - પ્રકરણ – ૯ – ઉદયની મિલકત કોની – દિવ્યેશ ત્રિવેદી

(12)
  • 3.8k
  • 1.6k

જમીને સોનલ અને મનીષા એમના રૂમમાં આવ્યાં. પલંગ પર બેસતાં જ સોનલે કહ્યું. “બોલ, શું વાત કરતી હતી?" “ઊભી તો રહે, આટલી ઉતાવળ શેની કરે છે?" મનીષાએ કૃત્રિમ ચીડ સાથે કહ્યું. “હું બેઠી છું તો તને વાંધો છે કે ઊભા રહેવાનું કહે છે?" સોનલે મનીષાને હાથ પકડીને પલંગમાં બેસાડી દીધી. “આઉચ ... સાવ જંગલી જેવી જ છે!” કહેતાં મનીષા પલંગ પર ગોઠવાઈ ગઈ. “ચાલ, બોલ! હું સાંભળવા તૈયાર છું...” સોનલે ટટ્ટાર બેસતાં કહ્યું. “સોનું, મને એવો વિચાર આવ્યો કે આ ફ્લૅટ ઉદયના નામે છે. એનો એક વીમો પણ છે. એના પી.એફ.ના