રિયુનિયન - (ભાગ 10)

  • 2.3k
  • 962

"આદિત્ય...." નભય જોરથી બોલ્યો...બધાનું ધ્યાન નભય તરફ આવ્યું...બધાનું ધ્યાન એની તરફ આવતા નભયને ખ્યાલ આવ્યો કે એ થોડુક વધારે જ જોરથી બોલ્યો હતો...હવે આગળ શું કહેવું એ એને સમજાતું ન હતું....નભય આગળ બોલે એની બધા રાહ જોઈ રહ્યા હતા ..."હા બોલને નભય....." બે મિનિટ થી બનેલી શાંતિ ને આદિત્ય તોડીને બોલ્યો..." તમે બધા ચોંકી કેમ ગયા છો....મે તો અભિનંદન આપવા માટે આદિત્યને બોલાવ્યો હતો..." નભય શું બોલી રહ્યો છે એ પોતે પણ જાણતો ન હતો...પરંતુ વાત ને બદલવા માટે જે યાદ આવ્યું એ બોલી ગયો..." અરે વાહ નભય ....આટલા મોટા અવાજથી અભિનંદન આપતા મે પહેલી વાર જોયું ...." સમીર હસતાં