આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-28

(98)
  • 7.3k
  • 3
  • 4.4k

આઇ હેટ યુપ્રકરણ-28 નંદીની રાજ સાથે વાત કર્યા પછી એનાં રૂમમાં ધુસ્કો ને ધૂસ્કો રડી રહી... એ એટલું રડી કે આંસુ ખૂટી પડ્યાં. એ કોરી આંખે છત તરફ નજર કરીને પડી રહી. ત્યાંજ એની મંમીનો ચીસ જેવો અવાજ આવ્યો. નંદીની નંદીની અહીં આવ જો તારાં પપ્પા... નંદીની સફાળી ઉભી થઇ ગઇ. એ રૂમનો દરવાજો ખોલીને સીધી બહાર નીકળી અને જોયું તો પાપાનાં મોઢાંમાંથી જાણે લોહીનાં ફુવારા ઉડતાં હતાં. એમને લોહીની ઉલ્ટીઓ થતી હતી. શ્વાસ ઘમણની જેમ ચાલતો હતો. એમની આંખો ચઢી ગઇ હતી એ આ દશ્ય જોઇને ખૂબ ગભરાઇ ગઇ આટલી રાત્રે ડોક્ટરને ફોન કરુ કેના કરુ ? એ અવઢવમાં