"શું કહ્યું તમે મમ્મી? શું તે માં બનવાની છે? એવું ના હોય. કહી દો તમે કે આ ખોટું છે." હિયા પૂછે છે. શાલીનીબેનને લાગે છે કે ખોટા સમયે ના બોલવાનું બોલાય ગયું. તેઓ વાત ફેરવવાનો પ્રયત્ન કરે છે. "બેટા એ વાતને મુક. તને ખબર છે આજે આરવી શું કરતી હતી? એ આંખો બંધ કરીને પુસ્તક વાંચતી હતી. હાહાહાહા.." શાલીનીબેન ખોટું ખોટું હસાવવાનો પ્રયત્ન કરે છે. "મમ્મી તમે વાત બદલવાનો પ્રયત્ન ના કરો. મને જે સાચું હોય તે કહો." "બેટા તું એ વાત પર ધ્યાન ના આપ. તું જ વધુ દુઃખી થશે." "ના હવે હું દુઃખી ન થાવ. બસ હવે જે