કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - 22

(80)
  • 5.4k
  • 3
  • 3k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૨રિયા સમય ગુમાવ્યા વગર તરત જ એમ્બ્યુલન્સની ડ્રાઈવર સીટ પર બેસે છે. નવા આવેલા ચાર માણસો એમ્બ્યુલન્સને રોકવા માટે રસ્તા વચ્ચે ઊભા રહે છે. રિયા એક માણસને હડફેટ મારી ગાડી બહાર નીકળવાનાં ઢાળ પર લઈ લે છે.એમ્બ્યુલન્સ દેખાતી બંધ થાય છે એટલે સંજયને થોડી હાશ થાય છે પણ એ હાશકારો માત્ર બે ક્ષણ માટે હોય છે. રાજુનાં માણસોની ગાડી બેઝમેંટમાં નહોતી. નવા આવેલા ચાર માણસોમાંથી એક સંજય સાથે લડી રહેલા માણસોની મદદે જાય છે. બીજા ત્રણ માણસો ઝડપથી ગ્રાઉંડ ફ્લોર પર મૂકેલી ગાડી પાસે જાય છે. હવે સંજયને ચાર માણસોથી બચવાનું હતું.