પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૨રેતા પાસેથી જયનાનું ભૂત મંગળસૂત્ર લઇ ગયું છે એ જાણી બધાના ચહેરા પર ડર છવાઇ ગયો. રિલોકને થયું કે રેતાએ બહુ મોટી ભૂલ કરી દીધી છે. એમાં એનો વાંક કાઢી શકાય એમ નથી. એણે વિરેનને મંગળસૂત્ર આપ્યું છે. એને છોડાવવા માટે જ તો એ આટલી મહેનત કરી રહી છે. જામગીરને થયું કે મંગળસૂત્ર ગયા પછી ચિલ્વા ભગતની બધી મહેનત પર પાણી ફરી વળ્યું છે. જયનાના ભૂત સામે રેતા માટે મંગળસૂત્ર એક અમોઘ હથિયાર જેવું હતું. મંગળસૂત્રને કારણે જયના એનું કંઇ બગાડી શકે એમ ન હતી. તેણે આ ભૂલ કરીને પોતાને જ મુસીબતમાં મૂકી દીધી છે."તમે