મનમેળ - 4

(13)
  • 3.8k
  • 1
  • 1.5k

મેઘને મુસાફરીનો થોડો થાક લાગ્યો હોવાથી એ ખાટલામાં બેઠો હતો ત્યાં જ સૂઈ ગયો..તુલસીની મમ્મીએ એના અને ભીમાના કપડા પેક કરવાનુ તુલસીને કહી પોતે ખેતરમાં જવા નીકળ્યા. તુલસી કપડા જરુરી સામાન પેક કરી રસોડા માં જમવા બનાવવામાં લાગી. મનમાં કેટ કેટલાય વિચાર આવતા હતા. નમુને કેવુ સારુ ઘર ને ઘરવાળો મલ્યો.. મારે માપનું હોત તો ચાલત પણ છોકરુ તો સારૂ હોત તો હારૂ... બધાને કેટલા ઓરતા હોય.. લગન પેલા... એકાબીજાને ઓળખવાના... પણ મેઘ એતો એમજ દુનિયાને હારુ લાગે એટલે નમુ ઉમંગ હારે મલવા નું ગોઠવતો લાગે કે મલીએ સીએ.... એમા તો બધા હારા