મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૩૪ (૧)

  • 3.3k
  • 1.2k

અસત્ય ની જીત -- (ભાગ ૧) “આ વખતે તમારે આમ કરવું જ પડશે! ગુંજનને તમારે આંતરિક પૂરા ગુણ આપવા જ પડશે !! ક્યારેક આપણાં સિધ્ધાંતો સાથે બાંધછોડ કરવી પડે!” જિંદગીમાં ક્યારે પણ સાચી બાબતમાં બાંધછોડ ન કરનાર એવા આચાર્ય અને એ બાબતમાં મારા આદર્શ એવા બહેનના આ વાક્યથી મને બહુ આઘાત લાગ્યો. હું બહેનના મોઢા સામે જોઈને એમનું માનસિક તાગ મેવવાનો પ્રયત્ન કરતી રહી, પણ દર વખતની જેમ એમાં આ વખતે સફળતા ન મળી ! બહેને બીજા કામનું બહાનું કાઢી મને વધુ ચર્ચા ન કરવાના સંકેત સાથે વાત પૂરી કરી. આને હુકમ માનવો કે કોઈ કારણસર બહેનની મજબૂરી? એ ગડમથલ સાથે હું કમને ઓફિસ બહાર નીકળી ગઈ. વાત જાણે એમ હતી, કે ધોરણ 10 માં અભ્યાસ કરતી ગુંજન નામ પ્રમાણેના ગુણ નહોતી ધરાવતી! વર્ગમાં ગણગણાટમાં ભાગ પણ ન લેતી અને સંગીત