ઝાડ....

  • 3.2k
  • 822

ઝાડ........ વાર્તા.દિનેશ પરમાર 'નજર ' ****************************************પંખી સહિત હવા ચાતરીને જાયએવું આષાઢી દિવસોમાં લાગે,આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉંપણ મારામાં ઝાડ હજી જાગે. - અનિલ જોશી **************************************** નગરપાલિકાના સીમાડાને અડીને, ત્યાર પછીની જમીનનો નવો ડેવલોપમેન્ટ પ્લાન થોડા સમય પહેલાં જ મંજૂર થયો છે તે જામીન પરના ખુલ્લા ખેતરોથી આગળ જ્યાં જિલ્લા મથકને જોડતો રસ્તો પસાર થાય છે તેના ખૂણા પર આવેલ " સ્પર્શ વૃદ્ધાશ્રમ" ના બહાર કમ્પાઉન્ડને અડીને સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓની ગાડીઓના ખડકલાથી 'સ્પર્શ વૃદ્ધાશ્રમ' જીવંત થઈ ઉઠયું હતું. અગાઉથી નક્કી થયા પ્રમાણે આ વૃદ્ધાશ્રમના અંદર દાખલ થતા આગળની ખુલ્લી વિશાળ જગ્યામાં આજે એકવીસમી