જેમ જેમ મળવા નો સમય નજીક આવતો જતો હતો અને ભીખુભા થોડા ચિંતિત હતા. કોરોના અને ૩ મહિના ના લૉકડાઉન ના કારણે આવક લગભગ શૂન્ય થઈ ગઈ હતી. માટે આ કેસ તો ગમે તેમ કરી ને હાથ માં થી જતો રહે તે પોસાય તેમ ન હતું. મનોમન આ કેસ તો હાથ માં થી નહિ જ જવા દઉં એવું દ્રઢ નિશ્ચય કરી ને ભીખુભા શેઠ ને મળવા નીકળી ગયા.નક્કી કરેલા સ્થળ પર પહોંચી ને આમ તેમ ફાફા માર્યા તો પણ ખબર ન પડી એટલે દુકાન વાળા ને જ પૂછી જોયું કે ૩ નંબર નું ટેબલ ક્યાં છે? દુકાનદાર એ કહ્યું કે