તોફાનીઓનો કે પ્રતિભાશાળીનો વર્ગ ? ( ભાગ ૧) " બેન, તમે વર્ગમાં આવો ત્યારે કેવું મસ્ત મીઠું સ્માઈલ અમને આપો છો તો અમને મજા આવે છે, પણ બીજા શિક્ષકો અમને બધાને તોફાનીઓ કહીને અને ભણવામાં નબળા છો એમ કહી ને બધાથી અલગ કરી નાખે છે. અને જે શિક્ષક વર્ગમાં આવે તે સૌથી પ્રથમ તો અમને વઢે જ છે અને પછી ભણાવે છે પણ તેઓ શરૂઆતમાં આવીને અમને વઢે છે પછી અમે સારી રીતે ભણી શકતા નથી!! ૧ વાઇસ તાસમાં મારા વર્ગમાં ૮ ડ માં ગઈ ત્યારે આ ફરિયાદો મારી દીકરીઓ તરફથી મને મલી. હંમેશની આદત મુજબ વાઇસ તાસમાં જાઉં ત્યારે વાતો કરું, વિદ્યાર્થિનીઓ ને સાંભળું ને એ બહાને એમના માં રહેલ રસ,રુચિ જાણી તેમની ક્ષમતાને