લાગણીઓના તાણાવાણા - ભાગ 6

(15)
  • 4.4k
  • 1
  • 1.5k

“તું શું કહે છે એનું તને ભાન છે? રમકડું માંગતી હોય એટલી સહજતાથી તે તો બાળકની માંગણી કરી દીધી.”, માધવને કનિષ્કાના શબ્દો પર વિશ્વાસ નહતો બેસી રહ્યો. “અરે માધવ, પણ મારી વાત તો સાંભળ.” “ઓહ..હજીપણ કશું કહેવાનું બાકી છે? અરે, સમય માંગ્યો હતો ત્યાં સુધી ઠીક હતું. પછી તો તું મારી લાઈફમાંથી જતી રહેવાની હતીને? તો આ નવી ઈચ્છાઓનું ઝરણું ક્યાંથી ફૂટ્યું? કનિષ્કા, હું આવી રીતે અદિતીને દગો ના આપી શકું. સોરી, તારી આ ઈચ્છા અધૂરી જ રહેશે.”, આટલું કહીને માધવ ઉભો થઈને જવા લાગ્યો. “માધવ, વાત હજી અધૂરી છે. એકવાર સાંભળી તો લે કે હું શું કહેવા માંગુ છું.”,