મારી શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરે ભાગ 27ભૂત કેમ ભગાડવું ? (ભાગ 2) સુપ્રિયાને મિત્ર બનાવવાનું વચન આપી, ઘરે મોકલી, !! મે બીજા શિક્ષક સાથે તાસની અદલાબદલી કરી લીધી ને સુપ્રિયા ન હતી એ સમયમાંજ બધા સાથે વાત કરવા હું મારા વર્ગમાં ગઈ, અમુક વિધ્યાર્થિનીઓ બહુ ડરેલી હતી, તો અમુક એનાથી ટેવાઇ ગઈ હતી, તે શાંતિ થી પોતાની જગ્યા એ બેસી ગઈ હતી. હવે મારે એ લોકો પાસે સુપ્રિયાનો મૂળ ઇતિહાસ જાણવો હતો તો સામા પક્ષે એ લોકોને મારી પાસે ભૂત ભગવવાનો ઇતિહાસ જાણવો હતો!! મે શાંતિથી વાત શરૂ કરી ને જાણવા મળ્યું કે સુપ્રિયાને આવું વારેવારે વર્ગમાં થી જતું.. છેલ્લા વર્ષમાં કેટલાક વાલીએ શાળામાં ફરિયાદ પણ કરેલી કે સુપ્રિયાને કારણે એમની દીકરીઓ