લાગણીઓના તાણાવાણા - ભાગ 4

(16)
  • 4k
  • 1.6k

કનિષ્કાને સમય આપવાની હા કહી, એને પણ 3-4 દિવસ વીતી ચૂક્યાં હતા. અને હજીય એવી કોઈ પર્સનલ મુલાકાત નહતી થઈ. ના તો કનિષ્કાએ મળવાનું કીધું કે ના માધવે. પાંચમાં દિવસે કનિષ્કાએ માધવને વાત કરવા પોતાની કેબીનમાં બોલાવ્યો, “આજે ઓફિસ પછી તું જો ફ્રી હોય તો આપણે એક શો જોવા જઈએ?” “ઓકે હું અદિતીને કોલ કરીને પૂછી જોઉં. જો એ હા પાડે તો જશું બધા સાથે.” પછી કાંઈક યાદ આવતા માધવે કહ્યું, “ઓહ, પણ અદિતી તો કોઈ કામથી 2 દિવસ માટે બહાર ગઈ છે. તો ફક્ત તું અને હું?” “હા. તને કાંઈ વાંધો છે?” “ઓહ..ના ના. આ તો આપણે આની પહેલા