31 ડિસેમ્બરની તે રાત - 15

(20)
  • 2.8k
  • 3
  • 1.4k

કેશવ રાહુલને ફોટો બતાવી રહ્યો હતો ત્યાંજ તેના ફોનની રીંગ વાગી અને સ્ક્રીન ઉપર નામ આવ્યું ત્રિશા. રાહુલ : ચલો ....કરી લો વાત... એટલું કહી રાહુલ પોતાના બેગમાંથી પોતાનો જરૂરી સામાન નીકાળવા લાગ્યો અને કેશવ ત્યાંજ બારી આગળ ઉભો રહી વાત કરવા લાગ્યો. ત્યાંજ તેમના રૂમનાં દરવાજાની બેલ વાગી. રાહુલે દરવાજો ખોલ્યો અને બહાર ઊભી હતી જેસિકા. જેસિકા : અરે.... અહીંયા ફોન ચાર્જ કરવા માટે પોઇન્ટ ચાલે છે? અમારા રૂમમાં નથી ચાલતા. "એક મિનિટ અમે પણ ચેક નથી કર્યું " રાહુલે જેસિકાનો ફોન લઈ ચેક કર્યું અને ફોન ચાર્જ થવા લાગ્યો. ત્યાર બાદ કેશવને કોઈની સાથે વાત કરતા જોઈ જેસિકાએ