લાગણીઓના તાણાવાણા - ભાગ 3

(13)
  • 4.1k
  • 1.5k

માધવ કનિષ્કાના ઘરેથી નીકળીને સીધો પોતાના ઘરે પહોંચ્યો. આખા રસ્તામાં એ વિચારી રહ્યો હતો કે આ કોઈ સ્વપ્ન હતું કે ખરેખર કનિષ્કાએ એ બધું જ કહ્યું હતું જે એ સાંભળીને આવ્યો હતો. માધવ ઘરે પહોંચ્યો ત્યારે લગભગ 12 વાગવા આવ્યા હોવાથી અદિતી ઊંઘી ગઈ હતી. માધવને એ વાતથી થોડી રાહત થઈ, ચલો એકલા વિચારવાનો સમય મળી રહેશે. કારણકે અદિતીને આ વાત કહેવી કે નહીં તેની અવઢવમાં હતો એ. આમ તો આજ સુધી એણે અદિતીથી કોઈપણ વાત ક્યારેય છુપાવી નહતી, પણ આજસુધી આવું કશું એની સાથે થયું પણ તો નહતું. “હું બીજાને પ્રેમ કરું છું અને લગ્ન પણ થઈ ગયા છે